Featured|દેશદેશ

ચૂંટણી પ્રચારનો અંત થવાની સાથે મોદી-શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ

આજે લોકસભાની 2019ની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપના દિલ્હીના મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. અમિત શાહે પત્રકારોને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પ્રચાર અભિયાન અંગેની માહિતી આપી હતી.

અમિત શાહે વડાપ્રધાન મોદીની, પોતાની અને ભાજપના મુખ્ય પ્રચારકોએ સમગ્ર પ્રચાર દરમ્યાન કેટલી સભાઓ કરી હતી, રેલી કરી હતી કે પછી રોડ શો કર્યા હતા તેની સંપૂર્ણ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર પ્રચાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વમાં NDA પૂર્ણ બહુમત સાથે ફરીથી સરકાર બનાવશે.

અમિત શાહે પણ કહ્યું હતું કે ભાજપ 300+ અને NDA અને તેના સાથીઓ પણ સારી એવી બેઠકો મેળવશે. સરકાર બન્યા બાદ પણ જે પક્ષોએ રાષ્ટ્રનિર્માણમાં સાથ આપવો હોય તે જોડાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ બને તેટલી જલ્દીથી સરકાર બનાવીને દેશના વિકાસને આગળ વધારશે.