Featured|ગુજરાતગુજરાત

આવતીકાલથી અમદાવાદ મેટ્રોમાં જોડાશે એક નવું સ્ટેશન

અમદાવાદ મેટ્રો આજથી શરુ, 10 દિવસ ફ્રી મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો ગત ચોથી માર્ચથી કાર્યકર્ત થઇ ગયો છે. વડાપ્રધાન મોદીએ જ અમદાવાદ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ તેમજ મંત્રીઓ સાથે તેની પ્રથમ સફર પણ માણી હતી.

અમદાવાદ મેટ્રોનું તબક્કાવાર વિસ્તૃતિકરણ થઇ રહ્યું છે. શરૂઆતમાં અમદાવાદ મેટ્રો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીની સફર નક્કી કરવામાં આવી હતી. આ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની જેવા સ્ટેશનોનો સમાવેશ થતો હતો.

ગયા મહીનાની 15 તારીખે આ રૂટ પર નિરાંત ક્રોસ રોડ સ્ટેશનને ઉમેરવામાં આવ્યું હતું. હવે આવતીકાલથી અમદાવાદ મેટ્રો એક વધારાના સ્ટેશન પર પણ રોકાશે. આવતીકાલથી અમદાવાદ મેટ્રો અમરાઈવાડી સ્ટેશને પણ રોકાશે.  આમ હવે અમદાવાદ મેટ્રો કુલ છ સ્ટેશનોએ રોકાશે.