Featured|દેશદેશ

રાહુલ ગાંધીનું આંતરરાષ્ટ્રીય જુઠ્ઠાણું ઝડપાઈ ગયું

રાહુલ ગાંધીનું આંતરરાષ્ટ્રીય જુઠ્ઠાણું ઝડપાઈ ગયું

રાહુલ ગાંધી એ જમાનામાં વારંવાર જુઠ્ઠું બોલી રહ્યા છે જે સોશિયલ મિડીયાનો જમાનો છે. અહીં તમારું જુઠ્ઠાણું વધુમાં વધુ ચોવીસ કલાકમાં ખુલ્લું પડી જાય છે. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધીએ હદ વટાવતા પ્રખ્યાત અને ખ્યાતનામ ઓક્સફર્ડ ડિક્શનરીના નામે દેશ સમક્ષ જુઠ્ઠું બોલ્યા હતા.

રાહુલે ગઈકાલે ઓક્સફર્ડ ડિક્શનરીની ઓનલાઈન સાઈટનો દેખાતો એક સ્ક્રિનશોટ ટ્વીટ કર્યો હતો જેમાં શબ્દ લખેલો હતો Modilie આ શબ્દનો અર્થ એવો આપવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ સત્યને વારંવાર ફેરવીને બોલતો હોય તે પ્રક્રિયાને Modilie કહેવામાં આવે છે.

રાહુલ ગાંધીએ આ પ્રમાણે નરેન્દ્ર મોદી પર ફરીએકવાર એક અંગતરીતે અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ ટ્વીટર પર ઘણા યુઝર્સે ખુદ ઓક્સફર્ડની વેબસાઈટ પર જઈને આ શબ્દ સર્ચ કર્યો અને ખબર પડી કે આવો કોઈ શબ્દ છે જ નહીં. અમુક યુઝર્સે તો ઓક્સફર્ડ ડિક્શનરીના ટ્વીટર હેન્ડલને પણ ટેગ કરીને રાહુલ ગાંધીના જુઠ્ઠાણા અંગે તેનું ધ્યાન દોર્યું હતું.

આજે બપોરે ખુદ ઓક્સફર્ડ ડિક્શનરીના અધિકારીક હેન્ડલે કન્ફર્મ કર્યું છે કે એમની ડિક્શનરીમાં આવો કોઈ શબ્દ છે જ નહીં. આમ માત્ર ચોવીસ કલાકની અંદર રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું અને એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે.

આ અગાઉ પણ રફેલ મામલે રાહુલે ફ્રાંસના રાષ્ટ્રપતિને અનુલક્ષીને એક જુઠ કહ્યું હતું જેને ફ્રાંસ સરકારે લેખિતમાં નકારી દીધું હતું. આમ રાહુલ ગાંધી જેમનો પક્ષ ફરી એકવાર લોકસભાની ચૂંટણીઓ ખરાબ રીતે હારવાનો છે તેને જોઇને કદાચ આ રીતે પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યા છે.