Featured|દેશદેશ

ભારતની ભાજપ સરકારથી ગભરાતો ઝાકીર નાઈક

ભારતની ભાજપ સરકારથી ગભરાતો ઝાકીર નાઈક

એશિયાના વિવિધ દેશો જેમાં શ્રીલંકામાં હાલમાં થયેલા બોમ્બ વિસ્ફોટની પ્રેરણા આતંકવાદીઓએ જેની પાસેથી લીધી હોવાની કબુલાત કરી છે તે ઝાકીર નાઈકનું કહેવું છે કે જ્યાં સુધી દેશમાં ભાજપની સરકાર હશે ત્યાં સુધી તે ભારત પરત નહીં થાય. એક ન્યૂઝ વેબસાઈટને ઝાકીર નાઈકે મલેશિયામાં પોતાના ઘેરે આપેલી મુલાકાતમાં આમ કહ્યું હતું.

ઝાકીર નાઈક ઢાકા બોમ્બ વિસ્ફોટ બાદ મલેશિયા ભાગી ગયો હતો જ્યાં તેને રાજકીય શરણ મળ્યું છે. ભારતે ઇન્ટરપોલની મદદ લેતા ઝાકીર નાઈક વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ કાઢવાનું પણ કહ્યું છે જેથી તેને ભારત પરત લાવી શકાય. ભારતમાં ઝાકીર નાઈક વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાનો તેમજ આતંકવાદનું શિક્ષણ આપવાનો આરોપ છે.

પોતાની મુલાકાતમાં ઝાકીર નાઈકે સ્પષ્ટ કહ્યું છે કે તેને ભાજપ કરતા કોંગ્રેસની સરકાર હોય તે વધુ ગમશે કારણકે તેની સરકાર દરમ્યાન તેને સુરક્ષા મહેસૂસ થાય છે. ઝાકીર નાઈકે પોતાની મુલાકાતમાં એમ પણ સ્વીકાર કર્યું હતું કે ભારતની ભાજપ સરકાર દ્વારા તેના વિરુદ્ધ લીધેલા આકરા પગલાને લીધે તેને ખૂબ ત્રાસ પડ્યો છે અને આથી જ તે ભાજપ સરકાર જ્યાં સુધી ભારતમાં શાસન કરશે ત્યાં સુધી ભારતથી દૂર જ રહેશે.

ઝાકીર નાઈકનું આ નિવેદન એ સાબિત કરે છે કે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓ અને તેમને શિક્ષણ આપનારાઓ વિરુદ્ધ કેવા કડક પગલાં ભર્યા છે કે તેઓ રીતસર તેનાથી ગભરાઈ રહ્યા છે.