Featured|દેશગુજરાતદેશ

બંગાળમાં લોકશાહી બચાવવાની અપીલ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભર માં પ્રદર્શન

બંગાળમાં લોકશાહી બચાવવાની અપીલ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભર માં પ્રદર્શન

છેલ્લા બે દિવસથી પશ્ચિમ બંગાળમાં ખાસકરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા થઇ રહેલી હિંસામાં ખુબ વધારો થયો છે. ગઈકાલે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો ઉપર પણ એક નહીં પરંતુ ત્રણ વખત હિંસક હુમલાઓ થયા હતા.

આ ઉપરાંત એક દિવસ અગાઉ ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ જેઓ પ્રચાર અર્થે પશ્ચિમ બંગાળ ગયા હતા તેમની કાર ઉપર પણ TMCના ગુંડાઓએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને કોલકાતા પોલીસે હોટલોમાંથી ફરજીયાત બહાર કાઢ્યા હતા. આ તમામ ઘટનાઓ લોકશાહીનું ગળું ટુંપવા જેવી હતી.

પશ્ચિમ બંગાળમાં બની રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ ‘બંગાળમાં લોકશાહી બચાવો’ ના નારા હેઠળ ધરણા પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારામન સહીત, ડૉ. હર્ષવર્ધન, વિજય ગોયલ જેવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ આ ધરણામાં ભાગ લીધો હતો.

ગુજરાતના અમદાવાદમાં પણ જૂના રૂપાલી સિનેમાની સામે આવેલા લોકમાન્ય તિલક બાગમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમે આ જ પ્રકારે ધરણા પ્રદર્શન કર્યા હતા. ગુજરાત તેમજ ભારતના અનેક સ્થળોએ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર દ્વારા લોકશાહીની થઇ રહેલી હત્યાના વિરોધમાં શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.