Featured|દેશદેશ

પશ્ચિમ બંગાળની હિંસાથી વ્યથિત ચૂંટણી પંચનું કડક પગલું

ગુજરાતમાં ફરીએકવાર ભારે મતદાન; કુલ 62% મતદાન થયું

લોકસભાની ચૂંટણીઓનું હવે માત્ર સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. પરંતુ દરેક તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિંસાના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. આટલું જ નહીં રાજ્ય સરકાર પોતાની મશીનરીનો પણ દુરુપયોગ કરી રહી છે.

આ બધાથી વ્યથિત થઈને ચૂંટણી પંચે થોડા જ સમય અગાઉ એક કડક પગલું ઉઠાવ્યું છે. ભારતના ઇતિહાસમાં સહુથી પહેલીવાર ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં કલમ 324નો ઉપયોગ કર્યો છે. આ કલમ અનુસાર પંચ સંજોગો અનુસાર ચૂંટણી પ્રચારના નિયત સમયમાં ઘટાડો કરી શકે છે.

આજે ચૂંટણી પંચે પોતાના આ અધિકારનો પ્રથમવાર ઉપયોગ કરતા પશ્ચિમ બંગાળમાં આવતીકાલે રાત્રે 10 વાગ્યે જ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં રવિવારે મતદાન છે આથી શુક્રવારે સાંજે પ્રચાર સમાપ્ત થવાનો હતો પરંતુ ગઇકાલની કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને ધ્યાનમાં લઈને પંચે પ્રચાર 19 કલાક વહેલો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પંચનો આ નિર્ણય પશ્ચિમ બંગાળની સરકાર માટે તમાચા સમાન છે.