Featured|દેશદેશ

પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો ભવ્ય રોડ શો; તૃણમૂલની ગુંડાગીરી યથાવત

પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો ભવ્ય રોડ શો; તૃણમૂલની ગુંડાગીરી યથાવત

લોકસભાની ચૂંટણીના અત્યારસુધીમાં પૂર્ણ થયેલા તમામ છ તબક્કાઓમાં પશ્ચિમ બંગાળમાં હિંસા જોવા મળી છે, બલકે દરેક તબક્કે તેનું પ્રમાણ વધતું ગયું છે. આમ થવા પાછળ TMCના ગુંડાઓ અને મમતા બેનરજીની હતાશા સ્પષ્ટ રીતે જોવા  મળે છે. ગઈકાલે સાંજે કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો રોડ શો હતો.

પરંતુ, આ રોડ શોના એક દિવસ અગાઉ જ કોલકાતા પાસે આવેલા બારાસત નગરમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પર TMCના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. પરમ દિવસે બપોરે બારાસતથી બપોરના સમયે ચૂંટણી પ્રચાર પતાવીને કોલકાતા પરત આવી રહેલા ઋત્વિજ પટેલની ગાડી પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હિંસક હુમલો કર્યો હતો પરંતુ સદભાગ્યે ઋત્વિજ પટેલને ઈજા પહોંચી ન હતી.

આ ઉપરાંત તે જ દિવસે રાત્રે રેગ્યુલર ચેકિંગના બહાને કોલકાતા પોલીસે શહેરની હોટલોમાં ચેકિંગ ચલાવ્યું હતું અને એક હોટલમાં નિવાસ કરી રહેલા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને જબરદસ્તીથી બહાર કાઢ્યા હતા. આથી આ કાર્યકર્તાઓને સ્થાનિક ભાજપના આગેવાનોને ઘરે રોકાવું પડ્યું હતું.

તેમ છતાં ગઈકાલે સાંજે અમિત શાહે શહેરના ધરમતલા વિસ્તારથી એક ભવ્ય રોડ શો આયોજીત કર્યો હતો તેમાં તેમને જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું. આ જ્યાં જ્યાંથી અમિત શાહનો રોડ શો નીકળ્યો હતો તે આખો વિસ્તાર માનવ મેદનીથી ભરાઈ ગયો હતો અને લોકો સ્વયંભુ ભાજપ, અમિત શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી રહેલા જોવા મળી રહ્યા હતા. આટલું જ નહીં પરંતુ સોશિયલ મિડિયા પર પણ #BengalWithBJP હેશટેગ આખો દિવસ ટોપમાં ટ્રેન્ડ રહ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો ભવ્ય રોડ શો; તૃણમૂલની ગુંડાગીરી યથાવત

પરંતુ, કદાચ મમતા બેનરજીને આ દ્રશ્યે ખૂબ તકલીફ આપી હતી અને આથીજ સાંજ ઢળવા બાદ રોડ શો પર ફરીથી તૃણમૂલના ગુંડાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમણે ભાજપના પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને આગચંપી કરીને રોડ શોમાં ભાગ લઇ રહેલા લોકોમાં ગભરાટ ફેલાવવાની કોશિશ કરી હતી જેથી ધક્કામુક્કી થાય અને જાનહાની થાય.

પરંતુ કોલકાતાના નાગરિકોએ અદભુત શાંતિ જાળવતા આટલી મોટી સંખ્યામાં હોવા છતાં TMCના ગુંડાઓનું ધાર્યું કરવા દીધું ન હતું અને સંપૂર્ણ રોડ શો શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. અમિત શાહે પણ બાદમાં કહ્યું હતું કે આ પ્રકારની હિંસા અને તેમના રોડ શોમાં તકલીફ ઉભી કરવી એ મમતા દીદીની હતાશા દર્શાવે છે અને એ વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે બંગાળમાં ભાજપ 23થી પણ વધુ બેઠકો મેળવશે.