Featured|ગુજરાતગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીના છ મહિનાની આંખો પહોળી થઇ જાય તેટલી આવક!

માત્ર ત્રણ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક કરોડોમાં; મુલાકાત લાખોમાં

સરદાર વલ્લભભાઇ પટેલ જે ગુજરાતનું માન અને સન્માન છે તેમને યોગ્ય અંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વિશ્વની સહુથી ઉંચી મૂર્તિનું ઉદ્ઘાટન ગત 31 ઓક્ટોબરે સરદાર સરોવર નજીક કર્યું હતું. આ ઉદ્ઘાટનને છ મહિના જેટલો સમય વીતી ગયો છે અને આ છ મહિનામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના લોકોએ આ અદભુત મૂર્તિની મુલાકાત લીધી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા સ્મારકે છેલ્લા છ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા થયેલી આવકના આંકડાઓ હાલમાં જ જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.

  • નવેમ્બર 2018: 3,78,562 મુલાકાતીઓ અને રૂ. 6,47,63,443ની આવક
  • ડિસેમ્બર 2018: 2,50,113 મુલાકાતીઓ અને રૂ. 5,70,41,060ની આવક
  • જાન્યુઆરી 2019: 2,83,298 મુલાકાતીઓ અને રૂ. 7,00,42,020ની આવક
  • ફેબ્રુઆરી 2019: 2,10,600 મુલાકાતીઓ અને રૂ. 5,60,87,710ની આવક
  • માર્ચ 2019: 2,02,312 મુલાકાતીઓ અને રૂ. 5,22,56,580ની આવક
  • એપ્રિલ 2019: 4,44,522 મુલાકાતીઓ અને રૂ. 7,99,41,060ની આવક

સ્મારક સંસ્થાનું માનવું છે કે જો આ જ ગતિએ મુલાકાતીઓની સંખ્યા વધતી રહી તો આવનારા ચોમાસામાં પ્રવાસીઓનો ધસારો વધશે અને શનિ અને રવિની રજાઓમાં આ સંખ્યા 15-15 હજાર કરતાં પણ વધુ રહેવાની સંભાવનાઓ છે.