Featured|ગુજરાતગુજરાતદેશ

ગુજરાતે ફાની વાવાઝોડાથી અસરગ્રસ્ત ઓડીશાને 5 કરોડનું દાન આપ્યું

ગુજરાતે ફાની વાવાઝોડાથી અસરગ્રસ્ત ઓડીશાને 5 કરોડનું દાન આપ્યું

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે આવેલા ભયંકર ફાની વાવાઝોડાથી થયેલા નુકશાનથી ઉગરવા માટે ઓડીશાને રૂપિયા 5 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રતિનિધિ તરીકે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વ્યક્તિગત રીતે ગઈકાલે ભુવનેશ્વર ગયા હતા અને અહીં આવેલા સચિવાલયમાં ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને તેમણે રૂ. 5 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

પત્રકારો સાથે ભુવનેશ્વરમાં વાત કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ફાનીથી થયેલા નુકશાનને પહોંચી વળવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રજા વતી મદદરુપે રૂ. 5 કરોડનું દાન આપ્યું છે.

આ પ્રસંગે રાજકોટના કમિશનર અને મૂળ ઓડીશાના વતની બંછાનીધી પાણિ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકોની લાગણી ઓડીશાની પ્રજા સાથે છે અને તેને કારણે જ ગુજરાત આજે ઓડીશા સાથે ખભેખભો મેળવીને ઉભું છે.

ગુજરાતે ફાની વાવાઝોડાથી અસરગ્રસ્ત ઓડીશાને 5 કરોડનું દાન આપ્યું