Featured|દેશદેશ

હિંદુઓને આતંકવાદી કહેવા બદલ કમલ હસન પર ક્રિમીનલ ફરિયાદ

હિંદુઓને આતંકવાદી કહેવા બદલ કમલ હસન પર ક્રિમીનલ ફરિયાદ

એક્ટરમાંથી નવા નવા રાજકારણી બનેલા કમલ હસને ગઈકાલે દેશનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો તેવું વિધાન તમિલનાડુની એક જાહેરસભામાં કર્યું હતું. આ મામલે કમલ હસન વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ક્રિમીનીલ ફરિયાદ કરવામાં આવી છે. કોર્ટ આ મામલે ગુરુવારે સુનાવણી કરશે.

હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાએ કમલ હસન વિરુદ્ધ આ ફરિયાદ કરી છે તેમનું કહેવું છે કે કમલ હસને હિંદુઓની ભાવનાઓ આહત કરી છે અને તેમણે પોતાના આરોપને સમર્થન આપવા માટે કોઈ પુરાવા પણ નથી આપ્યા. વિષ્ણુ ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે કમલ હસને આ પ્રકારનું બયાન આપીને વિવિધ ધર્મોના લોકો વચ્ચે ભય ફેલાવવાનું કામ પણ કર્યું છે.

આ ફરિયાદમાં કમલ હસનના બયાનને ભેદભાવપૂર્ણ અને અપમાનજનક પણ ગણાવ્યું છે અને કોઇપણ પ્રકારની ન્યાયી દલીલ વગર તેને હિંદુ ધર્મ સાથે જોડીને હિંદુઓને અન્ય ધર્મના લોકો સાથે લડાવી મારવાના પ્રયાસ તરીકે પણ ગણવામાં આવ્યું છે.