Featured|દેશદેશ

ઉત્તર પ્રદેશના કોંગ્રેસી કાર્યકરોમાં પ્રિયંકા વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો

જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પ્રિયંકા વાડ્રાને ત્યાં ખાસ મોકલવામાં આવ્યા હતા ત્યાંજ તેમને વિરોધનો સામનો કરવાનો આવ્યો છે. ઉત્તર પ્રદેશના ભદોહી જીલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ નીલમ મિશ્રાએ પ્રિયંકા પર ગંભીર આરોપ મુકતા પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મિશ્રા સહીત જીલ્લા કોંગ્રેસના અન્ય પદાધિકારીઓએ પણ પોતાના રાજીનામાં ધરી દીધા છે.

શનિવારે નીલમ મિશ્રાએ પ્રિયંકા ગાંધીને ફરિયાદ કરી હતી કે કોંગ્રેસ ઉમેદવાર રમાકાંત યાદવના સમર્થનમાં પ્રિયંકા જે રેલીમાં આવવાના હતા તેના માટે કોઇપણ પદાધિકારીને યાદવે આમંત્રણ આપ્યું ન હતું. નીલમ મિશ્રાએ આ ઘટનાને કોંગ્રેસી પદાધિકારીઓનું અપમાન ગણાવ્યું હતું. આ પત્રના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે જો આ બધું તમને અપમાન લાગતું હોય તો પછી અપમાન સહન કરતા રહો!

આમ ખુદ પોતાના જ રાજ્યમાં પ્રિયંકા વાડ્રા પોતાના બેજવાબદાર વ્યવહારને કારણે વિરોધનો સામનો કરી રહ્યા છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણીનું એક જ રાઉન્ડ બાકી છે ત્યારે એ સવાલ ઉઠે છે કે આ સમગ્ર પ્રચાર દરમ્યાન પ્રિયંકાએ આવી રીતે કેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓનું અપમાન કર્યું હશે.