Featured|દેશદેશ

મોદી પર સિદ્ધુની આપત્તિજનક ટિપ્પણી પર EC ગરમ; કમલનાથ નરમ

નવજોત સિદ્ધુ હવે કોંગ્રેસમાં પણ અળખામણો બન્યો?

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબ સરકારના મંત્રી એવા નવજોત સિંગ સિદ્ધુએ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે. સિદ્ધુએ ભોપાલમાં આપેલા એક ભાષણમાં આપત્તિજનક ટિપ્પણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર સવાલ કર્યો હતો. ચૂંટણી પંચે સિદ્ધુની આ આપત્તિજનક ટિપ્પણીની ગંભીર નોંધ લીધી છે અને તેમને નોટીસ ફટકારી છે.

તો બીજી તરફ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ સિદ્ધુને ટપારવાની જગ્યાએ તેમની રેલીમાં મોદી મોદીના સુત્રોચ્ચાર કરતા એક યુવાનને પકડીને તેને જેલભેગો કરી દીધો છે. અગાઉ પણ જ્યારે સિદ્ધુએ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ માટે ભોપાલમાં રેલી કરી હતી ત્યારે પણ તેમણે વડાપ્રધાન મોદી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હતો અને દિગ્વિજય સિંહે કે પછી કમલનાથે તેમને એમ કરતા બિલકુલ રોક્યા ન હતા.

લાગે છે કે કોંગ્રેસ આ વિચારેલી રણનીતિ અનુસાર જ બધું કરી રહી છે અને દરરોજ વડાપ્રધાનને અપમાનિત કરતા શબ્દોનો પ્રયોગ કરી રહી છે જેના વિરુદ્ધ કહેવાતા તટસ્થો અને એવોર્ડ વાપસી ગેંગ બિલકુલ ચૂપ રહી છે તે પણ અત્રે નોંધપાત્ર છે.