Featured|દેશદેશ

બાલાકોટ એરસ્ટ્રાઈક્સ બાદ LoC પર ઘૂસણખોરી લગભગ શૂન્ય

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે મોટેભાગે જવાબદાર એવા જૈશ એ મોહમ્મદ જે પાકિસ્તાનથી કાર્ય કરે છે તેને ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટની એરસ્ટ્રાઈક બાદ જબરદસ્ત ધક્કો પહોંચ્યો છે. એક મેગેઝીનમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા બાદ પાકિસ્તાન તરફથી LoC પર થતી ઘુસણખોરી પહેલા સાવ ઘટીને હવે લગભગ શૂન્ય થઇ ગઈ છે.

પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ 31 જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યારબાદ પુલવામાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને બાલાકોટમાં આવેલા જૈશના સહુથી મોટા આતંકવાદી કેમ્પમાંથી એક ને સાવ નષ્ટ કરી દીધો હતો. આ હુમલામાં જૈશના લગભગ 400 આતંકવાદીઓ મોતને ઘાટ ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સરહદ પર પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીમાં આવેલો ઘટાડો અને તેના સદંતર બંધ થવું તે ભારતીય વાયુસેનાની સફળતા પૂરવાર કરે છે.

આ ઉપરાંત ભારત દ્વારા પુલવામા હુમલા બાદ અંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર સતત દબાણ ચાલુ રાખતા અને હાલમાં જ યુએન સિક્યોરીટી કાઉન્સિલ દ્વારા જૈશના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાને પણ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ પર આવેલી લગામ માટે કારણભૂત ગણવામાં આવી રહ્યું છે.