આયુષ્માન ભારત|દેશFeatured|ગુજરાતગુજરાત

ગુજરાતમાં હવે ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ અમૃતમ યોજનાનો લાભ

રૂપાણી સરકારના કેબિનેટનું વિસ્તરણ; જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા

ગુજરાત સરકારના આરોગ્ય ખાતાએ જાહેર કરેલા એક તાજા પરિપત્ર અનુસાર હવે ગુજરાતમાં ઘૂંટણ અને થાપાનું રિપ્લેસમેન્ટ કરાવવા ઇચ્છનાર લોકોને મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત યોજના) હેઠળ કેશલેસ લાભ મળશે.

હાલમાં આ યોજનાના લાભાર્થીઓને આ તમામ યોજનાઓમાંથી રૂ. 5 લાખ સુધીનો લાભ આપવામાં આવે છે. હવેથી આ યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યત્વે વરિષ્ઠ નાગરિકો જેમને ઘૂંટણ અને થાપાના ઘસારાથી તકલીફ થતી હશે તેમને પણ આ ત્રણેય યોજનાઓમાંથી એક હેઠળ લાભ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓએ જીલ્લા આરોગ્ય અધિકારી અથવાતો મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. મા વાત્સલ્ય યોજના હેઠળ જોડાયેલી તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી લાભાર્થી પોતાના ઘૂંટણ કે પછી થાપાનું રિપ્લેસમેન્ટ કરાવી શકશે તેમ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.