Featured|ગુજરાતગુજરાત

નર્મદા ડેમની સપાટીમાં વધારો; રાજકોટને નર્મદાનું પાણી મળશે

નર્મદા ડેમની સપાટીમાં વધારો; રાજકોટને નર્મદાનું પાણી મળશે

ચોમાસું આવ્યા પહેલા જ ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. નર્મદામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની નવી આવક થઇ છે અને આથી તેની જળસપાટીમાં વધારો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ સપાટી 119.57 મીટરે પહોંચી છે કારણકે ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક છે.

આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે. નર્મદાની પાઈપલાઈન દ્વારા પાણી રાજકોટ પાસે આવેલા ત્રંબા ગામ સુધી પહોંચી ગયું છે. પાણીની આ આવકને આજી તેમજ ન્યારી ડેમમાં ઠાલવવામાં આવશે અને રાજકોટને 31 જુલાઈ સુધી પાણીની કોઈજ તકલીફ નહીં પડે. હાલમાં આજી ડેમમાં પાણીની સપાટી 18.60 ફૂટ નોંધવામાં આવી છે.

આવું પહેલીવાર બન્યું છે કે મે મહિનામાં નર્મદા ડેમમાં આટલી ઉંચી સપાટી રહી હોય. હાલમાં ડેમની કેનાલમાંથી પીવાનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને જે રીતે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવામાં આવી રહ્યો છે તેનાથી લાગે છે કે આ ઉનાળામાં ગુજરાતવાસીઓને પીવાના પાણીની તકલીફ નહીં પડે.