Featured|દેશદેશ

કોંગ્રેસ સરકારો આતંક પ્રત્યે કુણું વલણ ધરાવતી હતી: પૂર્વ RAW અધિકારી

કોંગ્રેસ સરકારો આતંક પ્રત્યે કુણું વલણ ધરાવતી હતી: પૂર્વ RAW અધિકારી

એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં ભારતીય જાસૂસી અને ઇન્ટેલિજન્સ સંસ્થા RAWના પૂર્વ અધિકારીએ ખુલાસો કર્યો છે કે પૂર્વ કોંગ્રેસી સરકારો જેહાદી આતંકવાદ પ્રત્યે કુણું વલણ ધરાવતી હતી. અમર ભૂષણ જે આ સંસ્થામાં અધિકારી હતા તેમણે કહ્યું હતું કે આતંકવાદ અને કટ્ટરવાદને ભારતના દક્ષિણના પ્રાંતોમાં ફેલાવવા માટે કોંગ્રેસી સરકારનું કુણું વલણ જવાબદાર હતું.

તેમણે કહ્યું હતું કે આજે દક્ષિણ ભારતમાં જે આતંકવાદ મોટો ભય બનીને આવ્યો છે તેનું કારણ એ સમયની સરકારની લેટ લતીફી જવાબદાર હતી. એ સમયે ઇન્ટેલિજન્સ દ્વારા મળતી કોઇપણ માહિતી પર બહુ વાર લગાડ્યા બાદ જ કોઈ પગલાં લેવામાં આવતા.

તેમણે કેરળનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જ્યારે કોઈ સરકાર એક ખાસ ધર્મનું સમર્થન ધરાવતી રાજકીય પાર્ટીના સમર્થનથી સરકાર ચલાવતી હોય ત્યારે આમ થવું સ્વાભાવિક છે. જ્યારે પણ અહીં આતંકવાદ અંગે કોઈ માહિતી મળતી ત્યારે તે સમયની સરકાર સતત RAWના કાર્યમાં દખલ કરતી અને એ હિસાબે દક્ષિણ ભારતમાં તેમને કામ કરવું અતિશય તકલીફભર્યું બની ગયું હતું.

પુણેની જર્મન બેકરીમાં થયેલા બોમ્બ વિસ્ફોટનું ઉદાહરણ આપતા ભૂષણે કહ્યું હતું કે યાસીન ભટકલ જે ઇન્ડિયન મુજાહીદ્દીનનો સ્થાપક હતો તે તેમાં સામેલ હતો, પરંતુ સમયસર આ ધડાકાની આગોતરી માહિતી પર ઇન્ટેલિજન્સ અને તપાસ એજન્સીઓને કામ કરવા દેવામાં ન આવતા આ વિસ્ફોટ થયો હતો. આટલું જ નહીં પરંતુ ભટકલ પકડાયા બાદ તેના પર કેસ ચલાવવામાં પણ અતિશય વિલંબ કરવામાં આવ્યો હતો અને છેવટે ગયા મહીને 2010માં બનેલી ઘટના માટે આરોપી ઘોષિત થયો હતો.