Featured|ગુજરાતગુજરાત

આર્થિક અનામતને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો

આર્થિક અનામતને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે આ વર્ષની શરુઆતમાં એક મોટો નિર્ણય લેતા આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનું અમલીકરણ કરાવ્યું હતું. આ માટે સરકારે સંસદના બંને ગૃહોમાં કાયદો પસાર કરાવ્યો હતો. રાજ્યમાં આ કાયદાના અમલ માટે ગુજરાત સરકાર પણ હવે આગળ વધવા માંગે છે.

એક માહિતી અનુસાર ગુજરાતમાં રાજ્ય સરકારે આર્થિક અનામત લાગુ કરવાનો નિર્ણય કરતા ફાર્મા અને એન્જીનીયરીંગ ક્ષેત્રની કોલેજોમાં કુલ 6000 નવી બેઠકો ઉભી થશે. ગુજરાત સરકારે આ અંગે નિર્ણય પણ કરી લીધો છે પરંતુ હાલમાં રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી તેનું અમલીકરણ શક્ય નથી.

ગુજરાત સરકારના સૂત્રોના કહેવા અનુસાર જેવી આચારસંહિતા સમાપ્ત થઇ જશે અથવાતો ચૂંટણી પંચની મંજૂરી મળશે કે તરત જ સરકાર આ નિર્ણયનો અમલ કરશે. આમ આ નિર્ણયનો અમલ કરવાની સાથે જ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ જેઓ ફાર્મા અને એન્જીનીયરીંગમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમને ખૂબ મોટો ફાયદો થશે.