Featured|દેશદેશ

મોદીની જીતની આગાહી કરનાર પ્રોફેસરને પાણીચું આપતી મ.પ્ર સરકાર

રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ થયું લોનમાફી સ્કેમ

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલી વિક્રમ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રી મૂસળગાંવકરને પોતાની  નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. ઘટના એવી બની છે કે પ્રોફેસરે પોતાના ફેસબુક પેજ પર સ્ટેટ્સ મુક્યું હતું કે નરેન્દ્ર મોદી આ ચૂંટણીઓમાં 300થી પણ વધુ બેઠકો જીતીને ફરીથી વડાપ્રધાન બને છે અને NDA પણ ત્રણસોની પાર જશે.

વિક્રમ યુનિવર્સીટીએ પ્રોફેસરની આ પોસ્ટને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ પ્રોફેસર રાજેશ્વરનું કહેવું છે કે તેમણે જે કોઈ પણ આગાહી કરી હતી એ તેમના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનના આધારે કરી હતી અને તેમણે પોસ્ટ કર્યા બાદ કેટલાક લોકોએ ધ્યાન દોર્યા બાદ તેને ડિલીટ પણ કરી દીધી હતી અને તે માટે તેમણે યુનિવર્સીટીને પોતાની સ્પષ્ટતા પણ લેખિતમાં આપી હતી તેમ છતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ખરેખર તો યુનિવર્સીટી પાસે આદર્શ આચારસંહિતા ભંગના નામે કોઈ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો હક્ક છે કે નહીં એ પણ એક ચર્ચાનો મુદ્દો છે. ખરેખર તો જો આ પ્રકારે કોઈ ભંગ થયો હોય તો સામાન્ય રીતે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવે છે અને ત્યારબાદ પંચ તેના પર કોઈ પગલાં લેતું હોય છે.