Featured|દેશદેશ

મને માફ કરો, મારી ભૂલ થઇ ગઈ: સુપ્રિમને કહેતા રાહુલ ગાંધી

ગોવામાં સત્તાભૂખને લીધે કોંગ્રેસે લાજશરમની તમામ હદો વટાવી

છેવટે સુપ્રિમ કોર્ટ સમક્ષ રાહુલ ગાંધીએ પોતાના ચોકીદાર ચોર હૈના બયાન અંગે બિનશરતી માફી માંગી લીધી છે. અહીં એ નોંધવાપાત્ર છે કે સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીની માફી બે વખત ફગાવી દીધી હતી. ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટના અપમાનનો મામલો દાખલ કર્યો હતો.

રફેલ મામલે સુપ્રિમ કોર્ટના એક અભિપ્રાયને રાહુલ ગાંધીએ ટ્વિસ્ટ કરીને મિડિયા સમક્ષ કહ્યું હતું કે હવે તો સુપ્રિમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે. ત્યારબાદ મિનાક્ષી લેખીએ કોર્ટના અપમાનનો કેસ રાહુલ ગાંધી પર કર્યો હતો. રાહુલ ગાંધીના કોર્ટની નોટીસના પહેલા જવાબથી કોર્ટને સંતોષ થયો ન હતો. ગત તારીખે કોર્ટે રાહુલ ગાંધીના અફસોસ વ્યક્ત કરવા પર કડક ટિપ્પણી કરી હતી અને તેમને બિનશરતી માફી માંગવા જણાવ્યું હતું.

ત્યારબાદ આજે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં પોતાનો જવાબ ફાઈલ કર્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ માત્ર ત્રણ જ પાનામાં એફિડેવિટ કરી છે અને તેમાં તેમણે બિનશરતી માફી માંગવા ઉપરાંત પોતે ભૂલ કરી છે એનો પણ સ્વિકાર કર્યો છે.

હવે આ મામલે શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી આગળ ચાલશે.