Featured|દેશદેશ

સમગ્ર વિશ્વમાં સોશિયલ મિડિયા પર ફોલો થનારા નેતાઓમાં નરેન્દ્ર મોદી બીજા સ્થાને

#MainBhiChowkidar દેશને નુકશાન પહોંચાડતા તત્વો સામે લડાઈનું વડાપ્રધાનનું આહ્વાન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશકલગીમાં એક નવું પીછું ઉમેરાઈ ગયું છે. સોશિયલ મિડીયામાં જ્યાં સુધી ભારતની વાત છે તો નરેન્દ્ર મોદીની ઉંચાઈએ કોઇપણ નેતા આવી શકતો નથી, પરંતુ વિશ્વ સ્તરે પણ નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર પોતાનો દબદબો ધરાવી રહ્યા છે. આ મામલે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ પાછળ છોડી દીધા છે. એક નવા રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે સોશિયલ મિડિયા પર ફોલો થનારા નેતાઓમાં બીજા સ્થાને છે.

નરેન્દ્ર મોદી હાલમાં ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની હાજરી ધરાવે છે. જો આ ત્રણેય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર રહેલા તેમના ફોલોઅર્સનો સરવાળો કરીએ તો તેની સંખ્યા 11,09,12,648 થાય છે. આ આંકડો ઓનલાઈન માર્કેટિંગ કંપની સેમરશ દ્વારા પોતાના નવા રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે.

સોશિયલ મિડિયામાં સહુથી વધુ ફોલોઅર્સ ધરાવવાના મામલે નરેન્દ્ર મોદીથી આગળ ફક્ત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ છે. ઓબામાના ઉપરોક્ત ત્રણેય પ્લેટફોર્મ્સના કુલ 18,27,10,777 ફોલોઅર્સ છે.