Featured|દેશદેશ

યુએન સિક્યોરીટી કાઉન્સિલમાં ભારતની કાયમી હાજરી અતિશય આવશ્યક: ફ્રાંસ

292views

યુનાઇટેડ નેશન્સની સિક્યોરીટી કાઉન્સિલમાં ભારતની હાજરી અતિશય અનિવાર્ય હોવાનું ફ્રાન્સે જણાવ્યું છે. ફ્રાન્સે ગઈકાલે જણાવ્યું હતું કે બદલાતા સંજોગોમાં તેમજ હાલના મહત્ત્વના દેશોમાં ભારતનું નામ સામેલ છે તે  ઉપરાંત ફ્રાંસના વ્યુહાત્મક સંબંધોને વધુ મજબૂતી આપવા માટે પણ ભારતને સિક્યોરીટી કાઉન્સિલનું પૂર્ણ સભ્યપદ મળે તે અત્યંત જરૂરી છે.

ભારત પણ છેલ્લા ઘણા વર્ષોથી યુએન સિક્યોરીટી કાઉન્સિલમાં પરિવર્તન લાવવા માટે પોતાના સઘન પ્રયાસો કરી રહ્યું છે અને પોતે અહીં કાયમી સભ્યપદ મેળવવા માટે કેમ સહુથી યોગ્ય ઉમેદવાર છે એ માટે પોતાનો પક્ષ પર વારંવાર રજુ કરતું રહ્યું છે. ફ્રાંસના ઉપરોક્ત નિવેદન બાદ ભારતનો પક્ષ વધુ મજબૂત થયો છે.

ફ્રાંસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત ઉપરાંત જર્મની, જાપાન, બ્રાઝિલ અને આફ્રિકાનો કોઈ દેશ હવે સિક્યોરીટી કાઉન્સિલનો કાયમી સભ્ય હોવો જ જોઈએ અને તો જ સમગ્ર વિશ્વને ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે તેમ કહી શકાશે.