Featured|દેશદેશ

રાફેલની 30,000 કરોડની રકમ ક્યાંથી આવી એ ચિદમ્બરમને પૂછો: રાહુલ ગાંધી

ચોકીદાર ચોર હૈ બોલવું રાહુલને ભારે પડ્યું

સુપ્રિમ કોર્ટ બાદ હવે સુપ્રિમ કોર્ટની બહાર પણ રાહુલ ગાંધીનું રાફેલ અસત્ય બહાર પડી ગયું છે. આટલા સમયમાં પહેલીવાર જ્યારે રાહુલ ગાંધીને સીધો સવાલ કરવામાં આવ્યો કે રાફેલ મામલે ઓફસેટના રૂ. 30,000 કરોડ અનિલ અંબાણીને આપવામાં આવ્યા એ આંકડો તમે ક્યાંથી લાવ્યા જ્યારે આખેઆખો સોદો જ રૂ. 50,000 કરોડનો છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાનું આ મામલે કોઈજ જ્ઞાન નથી એ સાબિત કરી આપ્યું હતું.

એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જ્યારે ઉપરોક્ત સવાલ કરવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે અહીં પ્રક્રિયામાં ખાસ ફેરફાર કરીને અનિલ અંબાણીને ફાયદો કરી આપવામાં આવ્યો છે, જ્યારે તેઓ સંપૂર્ણપણે દેવાદાર થઇ ગયા છે અને જેલમાં જતા જતા બચ્યા છે. જ્યારે રાહુલ ગાંધીને મુલાકાત લેનારાએ સ્પષ્ટ સવાલ કર્યો કે તેઓ આ ખાસ રકમ કેવી રીતે નક્કી કરી જ્યારે આખો સોદો જ એટલો બધો નથી? ત્યારે રાહુલ ગાંધીએ તેનો જવાબ એવો આપ્યો કે તમને હું રણદીપ સુરજેવાલા (કોંગ્રેસ પ્રવક્તા) અને પી ચિદમ્બરમ (પૂર્વ નાણામંત્રી) નો સંપર્ક કરાવી આપું છું તમે એમને જ પૂછી લ્યો!!

તો આ પરથી સાબિત થઇ જાય છે કે ખરેખર તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રફેલમાં કેટલી રકમનો સોદો થયો છે કે ઓફસેટની રકમ કેટલી છે તેનું કોઈજ જ્ઞાન નથી અને તેઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી પર વગર કોઈ પૂરાવા માત્ર મૂકવા ખાતર જ આરોપ મૂકી રહ્યા છે.