Featured|દેશદેશ

VIDEO: અમેઠીમાં રાહુલ ગાંધી બૂથ કેપ્ચરીંગ કરાવી રહ્યા છે: સ્મૃતિ ઈરાની

દેશભરમાં આજે લોકસભાની ચૂંટણીઓના પાંચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ સમયે તમામની નજર VIP બેઠક અમેઠી પર છે. અમેઠી પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રતિષ્ઠાનો જંગ લડી રહ્યા છે. અમેઠીમાં પોતાની જીત શક્ય ન દેખાતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પર પણ લડી રહ્યા છે તેમના પર સ્મૃતિ ઈરાનીએ આજે એક ગંભીર આરોપ કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરીંગ કરી રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ આ આરોપ એક મહિલાની ફરિયાદ બાદ મૂક્યો હતો. આ મહિલાએ કહ્યું હતું કે જ્યારે તે મતદાન કરવા માટે પોલીંગ બૂથમાં ગઈ હતી ત્યારે એક વ્યક્તિએ જબરદસ્તીથી તેનો અંગૂઠો પંજા એટલેકે કોંગ્રેસના નિશાન સામેના બટન પર દબવડાવી દીધો હતો જેને લીધે તે ભાજપને મત આપવા  માંગતી હોવા છતાં તેને કોંગ્રેસને મત આપવો પડ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ સ્થાનિક સત્તાવાળાઓ ઉપરાંત ચૂંટણી પંચને પણ આ અંગે ટ્વીટ કરીને ફરિયાદ કરી છે. તાજો મામલો કોંગ્રેસ અમેઠીની બેઠક બચાવવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તે દર્શાવે છે. ગઈકાલે આયુષ્માન ભારત કાર્ડ ધરાવતા અમેઠીના એક વ્યક્તિને પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા ધાકધમકી આપીને સારવાર ન આપવામાં આવતા તેનું મૃત્યુ થયું હોવાના પણ સમાચાર આવ્યા  હતા.