Featured|દેશદેશ

ફાની સાયક્લોન અંગેના મોદીના બે ટેલિફોન કોલ્સનો જવાબ મમતાએ ન આપ્યો

લ્યો બોલો! મમતાના ગઢમાં મોદીએ પાડ્યું ગાબડું...

મમતા બેનરજી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે તેમણે હવે હાલમાં જ આવેલા ખતરનાક ફાની વાવાઝોડા પર પણ ગંદુ રાજકારણ રમવાનું શરુ કરી દીધું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ગઈકાલે એક સભા સંબોધિત કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદીએ ફાની વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકને તો ફોન કોલ કર્યો હતો પરંતુ આ વાવાઝોડાની થોડી અસર પશ્ચિમ બંગાળ પર પણ થઇ હતી તેમ છતાં તેમને તેમણે કોઈજ ફોન કોલ કર્યો ન હતો.

પરંતુ હવે પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાનના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીને એક નહીં પરંતુ બે વખત ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરવાની કોશિશ કરી હતી પરંતુ બેનરજીના કાર્યાલયે બંને વખત એમ કહ્યું હતું કે મમતા બેનરજી ટૂરમાં છે. ત્યારબાદ વડાપ્રધાને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને ફોન કરીને જાતમાહિતી મેળવી હતી.

અહીં નોંધપાત્ર હકીકત એ પણ છે કે વડાપ્રધાન મોદીના બંને ફોન કોલ્સ રિસીવ ન કર્યા બાદ પણ મમતા બેનરજીએ સામે ચાલીને તેમને કોલ કરવાનો કોઈજ પ્રયાસ નહોતો કર્યો. હવે જો મમતા બેનરજીને ખુદ જ પોતાના રાજ્યના લોકોની તોફાનથી થયેલી હાલતની ચિંતા ન હોય અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તો પછી તેઓ આ બાબતે વડાપ્રધાન દ્વારા બે વખત કોલ કર્યા હોવા છતાં દોષ કેમ નાખી શકે? શું મમતા બેનરજી માનવતાના મામલે પણ હવે હલકી કક્ષાનું રાજકારણ રમશે?