Featured|ગુજરાતગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોંગ્રેસને ખુલ્લો પડકાર

પાણીની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાનની જાહેરાત કરતા રૂપાણી

આજે ગાંધીનગર CM હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે નિવેદનો કરી રહ્યા છે તે પરથી સાબિત થઇ ગયું છે કે તેમનામાં નિરાશા અને હતાશા સિવાય બીજું કશું બચ્યું નથી.

વિજય રૂપાણીનું કહેવું છે કે ત્રણ રાજ્યોની ચૂંટણી પરિણામોથી તેમને વાંધો ન હતો પરંતુ હવે તેમને EVM ફરીથી ખૂંચી રહ્યા છે. એક જૂઠ સો જૂઠ બોલાવે છે એ રીતે રાહુલ ગાંધીનું એક જૂઠ તેમની પાસે અસંખ્ય જૂઠ બોલાવી ગયું અને આથી જ તેમણે સર્વોચ્ચ ન્યાયાલયની પણ માફી માંગવી પડી છે. એર સ્ટ્રાઈક અને સર્જીકલ સ્ટ્રાઈકની શંકા કરનારાઓ હવે પોતે પણ એમ કર્યું હતું કહીને એ સાબિત કરી ચૂક્યા છે કે તેઓ લોકોનો મૂડ પારખી ગયા છે.

છેલ્લે મોરવા હડફ મુદ્દે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કાર્યવાહી યોગ્ય નિયમો હેઠળ કરવામાં આવી છે અને તેમાં કોઈજ રાજકારણ નથી. પરંતુ રાજકારણ તો હવે શરુ થશે કારણકે હવે અહીં પેટા ચૂંટણી આવશે અને હું કોંગ્રેસને મોરવા હડફની બેઠક જીતી બતાવવાની ચેલેન્જ આપું છું!