Featured|દેશદેશ

પ્રિયંકા વાડ્રાએ એકથી વધુ DIN રાખવાના ગુનાનો કર્યો એકરાર

પ્રિયંકા વાડ્રાએ એકથી વધુ DIN રાખવાના ગુનાનો કર્યો એકરાર

કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની એક ફરિયાદનો જવાબ આપતા પત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ પોતે એક કરતા વધુ Director Identification Numbers એટલેકે DIN નંબર ધરાવવાના ગુનાનો એકરાર કર્યો છે અને તેઓ આ બાબતે દંડ ભરવા માટે પણ તૈયાર છે.

સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા વાડ્રા એક કરતા વધુ DIN નંબરો ધરાવવાનો આરોપ લગાવતી ફરિયાદ કોર્પોરેટ મીનીસ્ટ્રીમાં એ જ દિવસે કરી હતી જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા. ત્યારબાદ કોર્પોરેટ મંત્રાલયે આ મામલે તપાસ કરી હતી અને પ્રિયંકા વાડ્રાએ તપાસનો જવાબ આપતાં પોતે સ્વીકાર્યું છે કે તેમની પાસે એકથી વધુ DIN નંબરો છે.

એક કરતા વધુ DIN નંબર ધરાવવા એ કાયદેસરનો ગુનો બને છે અને ગુનો સાબિત થતા છ મહિનાની જેલ થાય છે અથવાતો રૂ. 50,000 નો દંડ થાય છે. પ્રિયંકાએ પોતે દંડ ભરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. પરંતુ આ મામલાનો એક ટેક્નિકલ પહેલુ એ પણ છે કે કોઈ વ્યક્તિ એક કરતા વધુ DIN નંબર ત્યારે જ ધરાવી શકે જ્યારે તેની પાસે એક કરતા વધુ PAN નંબર હોય. આમ પ્રિયંકા ગાંધી એક કરતા વધુ PAN નંબર પણ ધરાવે છે એ પણ તેમણે પોતાનો ગુનો સ્વીકાર કરતી વખતે આડકતરી રીતે સ્વીકારી લીધું છે. આમ પ્રિયંકા ગાંધીએ એક ગુનો કરતા બીજો ગુનો પણ આચર્યો છે.

પ્રિયંકા ગાંધી ઉપરાંત પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમ પણ એક કરતા વધુ DIN નંબર ધરાવવાના ગુનેગાર સાબિત થયા છે.