Featured|દેશદેશ

VIDEO: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી તમાચો પડ્યો

ભાજપ પર આરોપ મુકવા જતાં કેજરીવાલનું અજ્ઞાન ખુલ્લું પડી ગયું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે ફરીથી તમાચો પડ્યો છે. કેજરીવાલ એક ખુલ્લી જીપમાં આજે એક રોડ શો કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ અચાનક તેમની જીપ પર ચડી ગયો હતો અને તેમને થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેને પકડીને માર માર્યો હતો.

કેજરીવાલ નવી દિલ્હી લોકસભા બેઠકના કરમપુરા વિસ્તારમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેને વધુ માર મારે તે પહેલા ત્યાં ઉપસ્થિત પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પર આ અગાઉ પણ એકથી વધુ વાર આ પ્રકારે થપ્પડ મારવાના બનાવો બની ચૂક્યા છે અને આ તમામ બનાવો ચૂંટણી પ્રચાર દરમ્યાન જ થયા હતા.