Featured|દેશદેશમનોરંજન

ફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે મતગણતરીના બીજા દિવસે રિલીઝ થશે

વિવેક ઓબેરોયને વડાપ્રધાન મોદીના રૂપમાં દેખાડતી PM નરેન્દ્ર મોદી ફિલ્મ

વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ PM નરેન્દ્ર મોદી હવે ચૂંટણી પરિણામોના બીજા દિવસે એટલે કે 24 મે ના રોજ રિલીઝ થશે. અગાઉ ચૂંટણી પંચે આ ફિલ્મ પર મતદાન સુધી રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો. જેના વિરુદ્ધ ફિલ્મના નિર્માતાઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા.

સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોઈ લેવાની સલાહ આપી હતી. ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો ન હતો. એક ન્યૂઝ સંસ્થાએ નિર્માતા સંદીપ સિંગના હવાલાથી આ સમાચાર આજે જાહેર કર્યા હતા.

PM નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ છે જેમાં તેમના બાળપણથી માંડીને સંઘ તેમજ ભાજપના સામાન્ય કાર્યકર્તા તરીકેના જીવન, ગુજરાતના મુખ્યમંત્રી અને બાદમાં વડાપ્રધાન બનવા સુધીના જીવનની સફરને વિસ્તારપૂર્વક વર્ણવામાં આવી છે.