Featured|ગુજરાતગુજરાત

મોરવા હડફના ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરતા વિધાનસભા અધ્યક્ષ

મોરવા હડફના ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરતા વિધાનસભા અધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું વિધાનસભ્ય પદ રદ્દ કર્યું છે. જાતિના પ્રમાણપત્ર કારણે તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપી હતી કે જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યુલ ટ્રાઈબની અનામત વિધાનસભા બેઠક પર અમાન્ય હોય છે જેના પગલે રાજ્યપાલે તેમને ભુપેન્દ્ર ખાંટના જાતિના પ્રમાણપત્ર યોગ્ય ન હોવાથી તેમને વિધાનસભાના સભ્યપદને ગેરલાયક ઠેરવવા માટે મારી પાસે મોકલ્યું હતું.

મોરવા હડફના ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરતા વિધાનસભા અધ્યક્ષ

રાજ્યપાલના આ ઓર્ડર પર વિધાનસભા અધ્યક્ષે આજે કાર્યવાહી કરતા તેમણે મોરવા હડફની વિધાનસભા બેઠક ખાલી કરવાનો હુકમ કર્યો હતો.

અધ્યક્ષે આગળ કહ્યું હતું કે ભુપેન્દ્ર ખાંટે શેડ્યુલ ટ્રાઈબ બેઠક માટે જે સર્ટીફીકેટ રજૂ કર્યું હતું તે અંગે કોર્ટમાં પણ પીટીશન હતી અને ત્યાં આ સર્ટીફીકેટ યોગ્ય ઠર્યું નથી અને આથી પણ તેઓ ધારાસભ્ય રહેવાને લાયક નથી. તેમણે રાજ્યપાલના આદેશનો અમલ કર્યો છે.