Featured|દેશદેશ

80 ટકા ભારતીયો મોદી સરકાર હેઠળ પોતાને સુરક્ષિત માને છે: સરવે

કોંગ્રેસી હથિયારનો ઉપયોગ તેના વિરુદ્ધ કરવામાં મોદીએ ફરીથી માસ્ટરી દર્શાવી

લોકસભાની હાલમાં ચાલી રહેલી ચૂંટણીઓ દરમ્યાન દેશની સુરક્ષા એક મોટો મુદ્દો બનીને સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દરેક જાહેરસભામાં કેવી રીતે તેમની સરકારે દેશની સુરક્ષાને અગાઉની સરકાર કરતા મજબૂત બનાવી છે તેના ઉદાહરણો આપતા જોવા મળે છે.

હવે એક તાજા સરવેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાતા એ ઉદાહરણો સાથે 80 ટકા ભારતીયો પણ સહમત થઇ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેલપ વર્લ્ડ પોલના હાલના એક સરવેમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે સરેરાશ 10 માંથી 8 ભારતીયો એવું માને છે કે નરેન્દ્ર મોદીના સત્તા સંભાળ્યા બાદ તેઓ પોતાને સુરક્ષિત માને છે.

આ લોકોએ એમ પણ કહ્યું છે કે તેઓને છેલ્લા પાંચ વર્ષમાં રાત્રે એકલા જવામાં પણ ડર નથી લાગતો. નરેન્દ્ર મોદી સરકાર હેઠળ પોતે સુરક્ષિત મહેસૂસ કરે છે એવું માનનારા લોકોમાં છેલ્લા પાંચ વર્ષમાં 17 ટકા જેટલો ભારે વધારો થયો છે. આ સરવેની સહુથી મહત્ત્વની વાત એ છે કે ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોના લોકોએ આ અંગે એક સરખો મત ધરાવે છે. આ ઉપરાંત લોકો અંગત સુરક્ષા કરતા રાષ્ટ્રની સુરક્ષાને પણ વધુ મહત્ત્વ આપી રહ્યા છે.