Featured|ગુજરાતગુજરાત

સમગ્ર ગુજરાતમાં હવે મહાનગરની હદમાં દુકાનો 24 કલાક ખુલ્લી રહી શકશે

સમગ્ર ગુજરાતમાં હવે મહાનગરની હદમાં દુકાનો 24 કલાક ખુલ્લી રહી શકશે

અગાઉ ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરાવેલ કાયદાનો અમલ ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસથી થઇ ગયો છે. આ કાયદા અનુસાર હવે રાજ્યભરમાં મહાનગરપાલિકાની હદમાં આવતી જેમાં હદમાં આવતા હાઈવે પરની દુકાનો પણ સામેલ છે તે તમામ 24 કલાક માટે ખુલ્લી રહી શકશે.

બુધવારે રાજ્ય સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ રેગ્યુલેશન એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ એક્ટને લગતું એક જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામાં અનુસાર રાજ્યના મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી તમામ દુકાનો, નેશનલ હાઈવે પર આવેલી દુકાનો, રેલ્વે પ્લેટફોર્મ પર આવતી દુકાનો, એસટી ડેપોમાં આવેલી દુકાનો પણ હવેથી 24 કલાક ખુલ્લી રહેશે. આ કાયદો દવાખાનાઓ તેમજ પેટ્રોલ પંપો પર આવેલી દુકાનોને પણ લાગુ પડશે.

આમ, હવે ગુજરાતના શહેરી નાગરિકોને કોઇપણ વસ્તુ ખરીદવા માટે વર્ષના તમામ દિવસોએ તમામ સમયે દુકાન ખુલ્લી મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યની આર્થિક પ્રવૃત્તિને પણ બળ મળશે તેમ નિષ્ણાતો કહી રહ્યા છે.