Featured|દેશદેશ

જેડીએસના કાર્યકતાઓએ ભાજપને મત આપ્યા છે: કર્ણાટકના મંત્રી

કર્ણાટકમાં શાસક ગઠબંધન કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેની ફાટ  હવે વધુ પહોળી થઇ ગઈ છે. આમ તો આ ગઠબંધન જ્યારથી બન્યું છે ત્યારથી જ તેમાં મતભેદો ઉભા થયા હતા પરંતુ હવે તો ખુદ એક મંત્રીએ આ મતભેદનો ખુલ્લેઆમ સ્વિકાર કર્યો છે.

કર્ણાટકના ઉચ્ચ શિક્ષા માતરી જી ટી દેવગૌડાએ દાવો કર્યો છે કે જેડીએસના નારાજ કાર્યકર્તાઓએ કર્ણાટકમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો છે. જી ટી દેવગૌડાએ કહ્યું હતું કે જેડીએસના મૈસુર ઉપરાંત એવા અન્ય લોકસભા બેઠકો છે જ્યાં તેમણે કોંગ્રેસથી નારાજ થઈને ભાજપને મત આપ્યા છે.

આડકતરી રીતે જી ટી દેવગૌડાએ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થયેલી બેઠકોની વહેંચણીનો દોષ કાઢ્યો હતો. આ બંને પક્ષો વચ્ચે અત્યંત મુશ્કેલી બાદ બેઠકોની વહેંચણી થઇ હતી. તેમાં પણ જેડીએસ પ્રમુખ એચ ડી દેવગૌડાએ કડક વલણ અપનાવ્યું ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી થઇ શકી હતી.

જી ટી દેવગૌડાના બયાનની પ્રતિક્રિયા આપતા કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિનેશ ગુંડુરાવે કહ્યું હતું કે આ બયાન સ્પષ્ટપણે જણાવે છે કે જેડીએસ અને તેના કાર્યકર્તાઓએ ચૂંટણી દરમ્યાન કેવું કામ કર્યું હશે? દિનેશ ગુંડુરાવે આ જી ટી દેવગૌડાના નિવેદનને જેડીએસની બેજવાબદારી અને અનુશાસનહિનતા ગણાવી હતી.