Featured|દેશદેશબીઝનેસ

ભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો

ભારતના પ્રવાસન ઉદ્યોગે અર્થતંત્ર વેગવંતુ બનાવ્યું; રોજગારીમાં અભૂતપૂર્વ વધારો

2018ના વર્ષમાં ભારતના પ્રવાસન ઉદ્યોગે દેશની GDPમાં દસમો ભાગ હાંસલ કર્યો છે. આ ઉપરાંત આ જ વર્ષે પ્રવાસન ઉદ્યોગમાં 42 મિલિયન નવી નોકરીઓ પણ ઉભી થઇ છે તેમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પ્રવાસન ઉદ્યોગમાં આ વર્ષે રૂ. 16 ટ્રીલીયન રૂપિયા ઉભા થયા છે જે 2029 સુધીમાં બમણા થઇ જવાની અપેક્ષા પણ આ રીપોર્ટમાં જણાવવામાં આવી છે.

ભારતીય પ્રવાસન ઉદ્યોગમાં આવેલા આ સુધારા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે જેમાંથી સહુથી મહત્ત્વનું છે કેન્દ્ર સરકારના ઈ વિસા શરુ કરવાનો નિર્ણય. આ નિર્ણય બાદ ભારતમાં વિદેશી પર્યટકોના આગમનમાં જબરદસ્ત ઉછાળ નોંધવામાં આવ્યો છે. ભારતના ઈ વિસાની સુવિધા વિશ્વના 166થી પણ વધુ દેશો માટે ઉપલબ્ધ છે જેણે 2018માં ભારત આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 40%  જેટલો વધારો કરી આપ્યો છે.

આ ઉપરાંત નાગરિક ઉડ્ડ્યન મંત્રાલયની UDAN યોજના (ઉડે દેશ ક આમ નાગરિક) થી પણ પ્રવાસન ઉદ્યોગને બળ મળ્યું છે. આ યોજના અનુસાર નજીકના સ્થળો વચ્ચે ઓછા દરે હવાઈ યાત્રા કરી શકાય છે. સરકારે આ યોજના હેઠળ ઓછા ટ્રાફિક ધરાવતા અને ઓછું મહત્ત્વ ધરાવતા એરપોર્ટ્સને આવરી લીધા છે જેના થકી ભારતમાં હવાઈ યાત્રીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો પણ નોંધવામાં આવ્યો છે.