Featured|દેશદેશ

સુપ્રિમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર; દિલગીરી નહીં માફી માંગો

સુપ્રિમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર; દિલગીરી નહીં માફી માંગો

રફેલ મામલે કોર્ટના અધ્યયનને ખોટી રીતે મિડીયામાં લઇ જવા બદલ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટની અવમાનનાની અરજી કરી છે. ગયા અઠવાડિયે રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ઠ ન થતા સુપ્રિમ કોર્ટે રાહુલને ફરીથી પોતાનો જવાબ આપવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ ગઈકાલે પોતાનો જવાબ ફાઈલ કર્યો હતો તેના પર આજે સુનાવણી થઇ હતી.

સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા વાપરવામાં આવેલા ‘દિલગીરી’ શબ્દનો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે માત્ર દિલગીરી વ્યક્ત કરવા માટે તમે 22 પાનાનો જવાબ આપ્યો છે? તમને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિનાક્ષી લેખી વતી ઉપસ્થિત રહેલા વકીલો રૂચી કોહલી અને મુકુલ રોહતગીએ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનું ધ્યાન દોરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલો જવાબ તેમના ગયા જવાબ જેવો જ છે તેમાં કોઈજ ફેરફાર નથી.

જવાબમાં મુખ્ય ન્યાયાધીશે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને આડે હાથે લેતા જવાબ આપવા કહ્યું હતું. જવાબમાં અભિષેક સિંઘવીએ સ્વિકાર્યું હતું કે રાહુલ ગાંધીના જવાબમાં તેમનાથી કુલ ત્રણ ભૂલો થઇ છે.

ત્યારબાદ સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને નવો જવાબ આપવા માટે આવતા સોમવાર સુધીની મુદત આપી હતી અને કહ્યું હતું કે જો આવતા સોમવાર સુધીમાં જવાબ નહીં આપવામાં આવે તો અત્યારસુધીના જવાબો તેમજ એફિડેવિટોને જ કોર્ટ માન્ય રાખીને આગળ વધશે.