Featured|દેશદેશ

મધ્ય પ્રદેશ અને કર્ણાટકની સરકારોને સમર્થન પરત લેવાની માયાવતીની ધમકી

241views

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આજે કોંગ્રેસને ધમકી આપી છે કે તેમની પાર્ટી મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં તેની સરકારને આપેલો ટેકો પરત ખેંચી શકે તેમ છે. મામલો ગુના લોકસભા બેઠકનો છે જ્યાં માયાવતીના આક્ષેપ પ્રમાણે કોંગ્રેસે બસપાના ઉમેદવારને ધાકધમકી આપીને પોતાના પક્ષમાં સામેલ કરી દીધો છે.

માયાવતીએ કહ્યું છે કે આ પ્રમાણે બન્યું હોવા છતાં બહુજન સમાજ પાર્ટી ગુના લોકસભા બેઠક પર ચૂંટણી જરૂર લડશે અને કોંગ્રેસના બેવડા ધોરણોનો જવાબ તે પોતાની પાર્ટીઓએ કોંગ્રેસ સરકારોને આપેલા સમર્થનને પરત ખેંચીને આપશે.

ગુનામાં કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડી રહ્યા છે જેની સામે ઉભા રહેલા બસપાના ઉમેદવાર લોકેન્દ્ર સિંગ રાજપૂતને કોંગ્રેસે પોતાના પક્ષમાં સામેલ કરી લીધા છે. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ એમ પણ કહી રહી છે કે કોઇપણ સંજોગોમાં ગુનાથી બસપાનો ઉમેદવાર હારવો જ જોઈએ.

કર્ણાટકમાં બસપાનો એક સભ્ય છે જ્યારે મધ્ય પ્રદેશમાં બે સભ્યો છે. જો માયાવતી પોતે આજે કરેલી વાત પર અમલ મૂકે તો બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી જશે.