Featured|દેશદેશ

રાહુલ ગાંધીનું એક ઔર જુઠ્ઠાણું ઉઘાડું પાડતા સ્મૃતિ ઈરાની

226views

કેન્દ્રીય કપડા મંત્રી અને અમેઠીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું એક ઔર જુઠ્ઠાણું ઉઘાડું પાડી દીધું છે. રાહુલ ગાંધીએ અમેઠીની તેમની ચૂંટણી સભાઓમાં એવો આરોપ મૂક્યો હતો કે તેઓ તો અમેઠીમાં એક આધુનિક ફૂડ પાર્ક બનાવવા માંગે છે પરંતુ કેન્દ્ર સરકાર તેમાં રોડાં નાખે છે. પરંતુ સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે એક સભામાં રાહુલ ગાંધીના આ અસત્યનો પર્દાફાશ કરી દીધો હતો.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ખરેખર તો મનમોહન સિંગ સરકારે લેખિતમાં નિર્ણય આપ્યો હતો કે તે અમેઠીમાં ફૂડ પાર્કને મંજૂરી આપી શકે તેમ નથી. આમ રાહુલ ગાંધીના પક્ષની જ સરકારે ફૂડ પાર્કની મંજૂરી નહોતી આપી પરંતુ તેઓ તેનો જુઠ્ઠો આરોપ હવે નરેન્દ્ર મોદી સરકાર પર મૂકી રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતાને ખેડૂતોની ચિંતા કરતા નેતા ગણાવે છે પરંતુ તેમણે જ અમેઠીમાં વિવિધ ફેક્ટરીઓ સ્થાપવાને બહાને ખેડૂતોની જમીનો પચાવી પાડી છે અને ફેક્ટરી ન બનતા ખેડૂતો કોર્ટમાં ગયા હતા જ્યાં કોર્ટે જમીનો પરત આપવાનો હુકમ આપ્યે ત્રણ મહિના થઇ ગયા હોવા છતાં રાહુલ ગાંધી તેને પરત નથી આપી રહ્યા.