Featured|દેશદેશમનોરંજન

હિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી

હિન્દુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે: સન્ની દેઓલને મળતા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે પોતાના નિવાસસ્થાને બોલિવુડ અભિનેતા સન્ની દેઓલને મળ્યા હતા. સન્ની દેઓલ ભારતીય જનતા પાર્ટી તરફથી પંજાબની ગુરદાસપુર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આ મુલાકાત બાદ વડાપ્રધાને ટ્વીટર પર સન્ની દેઓલ સાથે તેમની મુલાકાતનો એક ફોટો પણ શેર કર્યો હતો.

પોતાની ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, મને સન્ની દેઓલની એક વાત ખૂબ ગમે છે અને તે છે માનવતા અને દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવના. આજે એમને મળીને ખૂબ આનંદ થયો. અમે બધા જ તેમની ગુરદાસપુર બેઠક પરથી જીતની કામના કરી રહ્યા છીએ.

બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્ની દેઓલની સુપર હીટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાનો તેમનો એક સુપર હીટ ડાયલોગ પણ ક્વોટ કરતા લખ્યું હતું કે, એક બાબતે અમે બંને સહમત છીએ કે, “હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે.”

સન્ની દેઓલ અગાઉ સ્વર્ગસ્થ વિનોદ ખન્ના ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રહી ચૂક્યા હતા.