Featured|દેશદેશ

માલ્યાનો જમાઈ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP માટે પ્રચાર કરે છે

માલ્યાનો જમાઈ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP માટે પ્રચાર કરે છે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનો જમાઈ આજકાલ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPની યુતિ માટે પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે. આ સમાચાર એટલે મહત્ત્વના છે કારણકે હમણાં થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની બહુચર્ચિત NYAY યોજનાના નાણા માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગપતિ પાસેથી લેવાની વાત કરી હતી.

વિજય માલ્યાનો જમાઈ સમર સિંગ એ NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારના પુત્ર પાર્થ પવાર માટે માળવા લોકસભા બેઠક પર પ્રચાર કરતો જોવા મળે છે. સમર સિંગ જાણવા મળ્યા અનુસાર પાર્થ પવારનું સોશિયલ મિડિયા સંભાળે છે.

એક તરફ જ્યારે રાહુલ ગાંધી પોતાની NYAY યોજનાના નાણા માલ્યા જેવા ભાગેડુઓ પાસેથી લેવાની જાહેરાત કરે છે તો બીજી તરફ માલ્યાનો જ જમાઈ જ્યારે કોંગ્રેસના સાથી પક્ષ માટે પ્રચાર કરતો હોય તો રાહુલ ગાંધીની વાત કેવી રીતે સાચી પડી શકે?

હકીકત તો એમ છે કે રાહુલ ગાંધીના સલાહકાર સેમ પિત્રોડાએ એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે NYAY યોજનાના નાણા મધ્યમવર્ગ પાસેથી મેળવવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મધ્યમવર્ગે લોભ છોડવો જોઈએ. કોંગ્રેસના આર્થિક સલાહકારો પણ NYAY યોજના શક્ય હોવાની વાતો કરે છે પરંતુ સાથે એમ પણ કહે છે કે તે માટે ટેક્સના દર વધારવા પડશે.

આમ મધ્યમવર્ગનો ગુસ્સો કોંગ્રેસ વિરુદ્ધ ફાટી ન નીકળે એને લીધે રાહુલ ગાંધીએ ધ્યાન ભટકાવવા NYAYના નાણા વિજય માલ્યા જેવા ભાગેડુ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિ પાસેથી લેવાની વાત કરી હતી.