Featured|દેશદેશબીઝનેસ

200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર

200 જેટલા અમેરિકન ઉત્પાદકો ચીન છોડીને ભારત આવવા તૈયાર

એક સમાચાર અનુસાર ચીનમાં પોતાના ઉત્પાદનનો બેઝ ધરાવનાર 200 જેટલી અમેરિકન ઉત્પાદક કંપનીઓ ચીન છોડીને ભારત આવવા માટે તલપાપડ થઇ રહી છે. આ તમામ કંપનીઓ ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થવાની જ રાહ જોઈ રહી છે.

યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક એન્ડ પાર્ટનરશીપ ફોરમના (USISPF) પ્રમુખ મુકેશ આઘીએ જણાવ્યું છે કે કંપનીઓ તેમની સાથે હાલમાં ચર્ચા કરી રહી છે કે તેઓ કેવી રીતે ચીન છોડ્યા બાદ ભારતમાં પોતાના ઉત્પાદન યુનિટ્સ સ્થાપી શકે છે.

મુકેશ આઘીનું કહેવું છે કે આ કંપનીઓને વિશ્વાસ છે કે ભારતમાં આવનારી સરકાર હાલના સુધારાઓની ગતિને વધારશે અને નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે.

આમ, આ અમેરિકન કંપનીઓને હાલની ભારત સરકાર પર વિશ્વાસ છે કે તે આવનારા વર્ષોમાં ભારતના વિકાસને લગતી નીતિઓ બનાવશે જેમાં ઉત્પાદન ક્ષેત્ર પણ સામેલ છે અને તેને લીધે તેમને ફાયદો મળવાનો છે અને આથી જ તેઓ ચીન ખાતેનો તેમનો બેઝ સંકેલીને ભારત આવવા માટે પણ તૈયાર છે.