Featured|દેશદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચારઅર્થે મુંબઈ અને મધ્ય પ્રદેશ જવા રવાના

ગુજરાત સરકાર મકરસંક્રાંતિના દિવસથી સવર્ણોને 10% અનામતનો લાભ આપવાની શરૂઆત કરશે, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે કરી મહત્વની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસના મુંબઈ અને મધ્ય પ્રદેશના પ્રવાસે ગયા છે. મુંબઈમાં તેઓ ઉત્તર મુંબઈની બેઠકના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે જ્યારે મધ્ય પ્રદેશમાં તેઓ સાગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

આજે ઉત્તર મુંબઈના ભાજપના ઉમેદવાર મનોજ કોટકના સમર્થનમાં આયોજિત એક રોડ શોમાં રૂપાણી પણ ભાગ લેશે. ત્યારબાદ મુંબઈના ગુજરાતી બહુલ વિસ્તારો જેવા કે તિલક રોડ, ભાનુશાળી વાડી અને ઘાટકોપરમાં સભાને સંબોધશે.

આવતીકાલે સવારે દસ વાગ્યે મધ્ય પ્રદેશના સાગર શહેરમાં આવેલા રવિન્દ્ર ભવનમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું છે જેને વિજય રૂપાણી સંબોધિત કરશે. આ બેઠક માટે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સાગર પહોંચ્યા છે.