Featured|દેશદેશ

માયાવતી ની હવે ખેર નહીં, ખાંડ કૌભાંડમાં CBIએ તપાસ ચાલુ કરી

229views

એક બાજુ ચૂંટણીનો માહોલ છે. ત્યાં બીજે બાજુ CBIએ ભારતમાં નેતાઓ કરેલા કૌભાંડો તપાસી રહી છે.

એક સમયના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીના કાર્યકાળ દરમિયાન 21 સરકારી ખાંડ મિલોનો વેચાણમાં થયેલા ગોટાળામાં, CBIએ તપાસ શરુ કરી દીધી છે.

CBIના અધિકારીઓના કહેવા મુજબ, રાજ્ય સરકારે 21 ખાંડ મિલોના વેચાણ અને બંધ પડેલી સાત મીલોની ખરીદીમાં છેતરપિંડી અને કૌભાંડની તાપસ કરવાની માંગણી કરી હતી.

2011-2012માં માયાવતીના સમયમાં ખાંડ મિલોના વેચાણમાં સરકારી તિજોરીને રૂપિયા 1179 કરોડનું નુકસાન થયું હતું. CBIએ ગરબડનો એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેની પ્રાથમિક તપાસ પણ શરૃ કરી દેવાઇ છે.

વધુ માહિતી આપતા CBIએ કહ્યું કે, યુપી ખાંડ નિગમની મીલો ખરીદવા માટે જે ખરીદદારોએ ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા છે તેવા સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપ છે કે, માયાવતીની સરકારે 10 ચાલુ મિલો સહીત 21 મીલોને બજારભાવથી એકદમ ઓછા ભાવે વેચી હતી જેના કારણે સરકારી તિજોરીને 1179 કરોડનું નુકસાન થયું હતું.