Featured|દેશદેશ

વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગઈકાલના ભવ્ય રોડ શો અને ગંગાઘાટ પર આરતી બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. વડાપ્રધાન મોદી બીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. 2014માં તેમણે પોતાના નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને ભારે બહુમતિથી હરાવ્યા હતા.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર માટે સાત લોકોએ સમર્થન આપ્યું હતું, જેમાં ડોમ રાજાનો પરિવાર, પ્રખ્યાત શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની માનસ પુત્રી અને ઠુમરી ગાયિકા પદ્મશ્રી સીમા ઘોષ ઉપરાંત વારાણસીના ચોકીદાર સંઘના અધ્યક્ષ પણ સામેલ છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસીથી નામાંકન ભરવાના સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, એઆઈએડીએમકેના થમ્બી દુરાઈ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારામન, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, કેન્દ્રીયમંત્રીઓ નિતીન ગડકરી, પિયુષ ગોયલ અને રામ વિલાસ પાસવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી પત્ર ભરતા અગાઉ વડાપ્રધાન મોદીએ કાલભૈરવના દર્શન કર્યા હતા.