Featured|ગુજરાતગુજરાત

મોદીની યોજનાઓ વિષે બોલો તોજ ‘ચા’ મળશે

મોદીની યોજનાઓ વિષે બોલો તોજ 'ચા' મળશે

ગુજરાતમાં મતદાન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે.  આ ચૂંટણીમાં ગુજરાતે છેલ્લા 52 વર્ષનો રેકોર્ડ તોડીને 64% મતદાન કર્યું છે. જયારે એક બાજુ ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે અને લોકો પાછા પોતાના રોજીંદા કામોમાં વ્યસ્ત ગયા છે. પરંતુ એક એવો પણ વ્યક્તિ છે, જે પોતાના દુકાનમાં ‘ચા’ સાથે માત્ર પોલિટિક્સની વાતો કરે છે.

પંકજ પટેલ, જે ભરૂચ શહેરના રહેવાસી છે. તેમની એક નાનકડી ‘ચા’ ની દુકાન છે. પણ આ ‘ચા’ ની દુકાનમાં કોઈ પણ વ્યક્તિઓ માટે નથી. કોઈ પણ એટલે કે બાળકો થી લઈને વૃદ્ધો સુધી. વાત એમ છે કે, આ પંકજ ભાઈએ અહીં ચા પીવા આવનાર કોઈ પણ વ્યક્તિ માટે શરત મૂકી છે. આ શરત એ છે કે, જે પણ વ્યક્તિ વડાપ્રધાની યોજનાઓની વાતો કરશે તેનેજ ચા મળશે.

ભરૂચના પી.કે. પોઇન્ટ પર આવેલી આ નાનકડી દુકાનમાં પંકજ ભાઈ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી. તેમો માત્ર ‘ચા’ અને તેની સાથે- સાથે નરેન્દ્ર મોદીની યોજનાઓની વાતો અને તેના થી કઈ રીતે લાભ મળે તે લોકોને સમજાવે છે. આ ચાની દુકાનમાં તમને વડાપ્રધાન મોદીના જુદા જુદા પોસ્ટરો પણ જોવા મળશે.