Featured|દેશદેશ

કાશ્મીરમાં જૈશનો કમાન્ડર બનવા કોઈ તૈયાર નથી: સેના

સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા 12 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારતી સેના

જમ્મુ અને કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ  દિલબાગ સિંગે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓની સાથે હવે બહુ જ ઓછા યુવાનો જોડાઈ રહ્યા છે તે એક સારો સંકેત છે. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે 272 આતંકવાદીઓ ઠાર  મરાયા હતા.

GOC 15 કોર્પસના કે જે એસ ધિલ્લોએ કહ્યું હતું કે ઉપરોક્ત આતંકવાદીઓમાંથી 25 જૈશ એ મોહમ્મદના અને તેમાંથી 13 પાકિસ્તાની હતા. તેમણે કહ્યું હતું કે પુલવામા હુમલા બાદ જૈશ પર સેનાએ વધુ ધ્યાન આપ્યું છે અને તેને લીધે હવે એવી પરિસ્થિતિ આવી છે કે  જમ્મુ અને કાશ્મીરમાં કોઇપણ જૈશની આગેવાની લેવા માટે તૈયાર નથી.

જો કે પાકિસ્તાન તેના પ્રયાસો કરી રહ્યું છે પરંતુ તેમ છતાં જૈશ પરના દબાણને લીધે હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે.