Featured|દેશદેશ

સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવા નિર્ણયો પાછળનું રહસ્ય ખોલે છે અમિત શાહ

212views

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વારાણસીમાં એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમણે હાલની ચૂંટણીઓ વિષે, આ ચૂંટણીઓ બાદ ભાજપની સરકારના સત્તામાં પરત ફરવા વિષે જેવા અનેક વિષયો પર જવાબ આપ્યા હતા.

અમિત શાહનું માનવું છે કે પહેલા ત્રણ તબક્કાના મતદાનમાં ભારે મતદાન થયું છે તે દર્શાવે છે કે 2014ની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો મોટી સંખ્યામાં ઘરની બહાર આવીને મતદાન કરી રહ્યા છે અને આથી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને NDAને જંગી સફળતા મળવાની છે.

ઉત્તર પ્રદેશમાં આ વખતે પણ ક્લીન સ્વીપ કરવાનો અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ બંને જાતિગત આધાર પર મત માંગી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કરેલા વિકાસના આધારે મત માંગી રહી છે.

સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક અંગે ખુલાસો કરતા અમિત શાહે કહ્યું હતું કે સરહદ પારના આતંકવાદી ઠેકાણાં પર હુમલો કરવા માટે સહુથી પહેલી રાજકીય ઇચ્છાશક્તિની જરૂરિયાત હોય છે, ત્યારબાદ સેના તે ઇચ્છાશક્તિનો અમલ કરતી હોય છે અને જ્યારે આ બંને બાબતો ભેગી થાય ત્યારે આ પ્રકારનું આકરું પરંતુ દેશહિતમાં લીધેલું પગલું લઇ શકાતું હોય છે.