Featured|દેશFeatured|ગુજરાતમનોરંજન

મમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે?

મમતા બેનરજી નરેન્દ્ર મોદીને દર વર્ષે શું મોકલાવે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપર સ્ટાર અક્ષય કુમારને એક બિન રાજકીય ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ ખુલ્લા દિલે પોતાની અંગત વાતો શેર કરી હતી. મોદીએ પોતાના બાળપણની વાત યાદ કરતા કહ્યું હતું કે તેઓ પોતાના કપડાને ઈસ્ત્રી કરતી વખતે લોટમાં ગરમ કોલસા મુકીને ઈસ્ત્રી કરતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની માતાએ તેમને કહ્યું હતું કે ગમે તે થાય પણ તારે લાંચ લેવાની નથી.

પોતાના રાજકીય હરીફો વિષે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દરેક પક્ષના રાજકારણીઓ તેમના મિત્રો જ છે. તેઓ જ્યારે ભાજપના કાર્યકર્તા હતા ત્યારે પણ સંસદમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સાથે લાંબો સમય ગપ્પાં માર્યા હતા.

મમતા બેનરજી વિષે મોદીએ કહ્યું હતું કે મમતા બેનરજી દર વર્ષે તેમને બે કુર્તા ભેટમાં મોકલાવે છે. જ્યારે મમતા બેનરજીને ખબર પડી કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના તેમને દર વર્ષે મીઠાઈ મોકલે છે ત્યાર બાદ તેમણે કુર્તા સાથે મીઠાઈ મોકલવાનું પણ શરુ કર્યું હતું.