Featured|દેશદેશમનોરંજન

સની દેઓલ ભાજપમાં જોડાયા; ગુરુદાસપુરથી લડી શકે છે ચૂંટણી

સની દેઓલ ભાજપમાં જોડાયા; ગુરુદાસપુરથી લડી શકે છે ચૂંટણી

વિખ્યાત અભિનેતા અને ત્રણ વખત પોતાની અદાકારી માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર સની દેઓલ આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી સ્થિત મુખ્યાલયમાં રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને રેલવેમંત્રી પીયુષ ગોયલે સની દેઓલનું સ્વાગત કર્યું હતું.

ભાજપમાં જોડાયા બાદ સની દેઓલે કહ્યું હતું કે તેમના પિતાએ અટલજી સાથે રહીને દેશની સેવા કરી હતી હું મોદીજી સાથે રહીને દેશ સેવા કરીશ. સની દેઓલ બે દિવસ અગાઉ જ પુણે એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ જ સની દેઓલે રાજકારણમાં તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાનું નક્કી કર્યું છે.

એક માન્યતા અનુસાર સની દેઓલ ભારતીય જનતા પાર્ટીની ટીકીટ પર પંજાબના ગુરુદાસપુરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક અગાઉ અભિનેતા અને ભાજપના જ સાંસદ વિનોદ ખન્નાના અવસાન બાદ ખાલી પડી હતી.