Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

નાણામંત્રી અરુણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણીએ પણ મતદાન કર્યું

નાણામંત્રી અરુણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણીએ પણ મતદાન કર્યું

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે અતિશય ઉત્સાહમાં મતદાન ચાલી રહ્યું છે. યુવાનો અને વૃદ્ધો લગભગ સરખી સંખ્યામાં મતદાન કરતા નજરે પડી રહ્યા છે. આવામાં આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના ગૃહનગર ભાવનગરમાં મતદાન કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ રાજકોટમાં પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. લોકશાહીના આ સહુથી મોટા પ્રસંગને દિપાવવા માટે આજે સવારે નવી દિલ્હીથી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન તેમજ  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠતમ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

નાણામંત્રી અરુણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણીએ પણ મતદાન કર્યું

અરુણ જેટલીએ અમદાવાદના એસ જી હાઈવે પર આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં પોતાનું મતદાન કર્યું હતું જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ 90 વર્ષની જૈફ વયે પણ ખાસ અમદાવાદ આવીને શાહપુર ખાતે તેમના નિયમિત મતદાન કેન્દ્ર ખાતે પહોંચીને મતદાન કર્યું હતું.

સામાન્ય મતદારો ઉપરાંત મોટા નેતાઓ જેમાં ખુદ વડાપ્રધાન પણ સામેલ છે તેમનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ ખરેખર આનંદ આપનારો છે.