Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષોએ મતદાન કર્યું

ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષોએ મતદાન કર્યું

લોકશાહીનો સહુથી મોટો ઉત્સવ એટલે ચૂંટણીઓ અને તેમાં પણ જો લોકસભાની ચૂંટણી હોય તો આ ઉત્સવનો આનંદ બમણો થઇ જતો હોય છે. લગભગ પંદર દિવસ સુધી પ્રચાર ચાલ્યા બાદ બે દિવસ મતદાર પોતાનો મત કોને આપવો તેનો નિર્ણય લેવામાં ગાળતો હોય છે અને ત્યારબાદ મતદાનના દિવસે સવારથીજ લાંબી લાઈનોમાં ઉભો રહીને પોતાના મનપસંદ ઉમેદવાર કે પછી ગમતી પાર્ટીને મત આપતો હોય છે.

રાજકીય  નેતાઓ પણ પહેલા તો દેશના નાગરિકો જ છે ને? અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે પોતપોતાના મતદાન કેન્દ્રો પર જઈને મતદાન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષોએ મતદાન કર્યું

અમિતશાહે પોતે જ્યાંથી ઉમેદવાર છે તે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નારણપુરા વિસ્તારમાં આવેલા અંકુર પાસેના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો જ્યારે જીતુ વાઘાણીએ તેમના ગૃહનગર ભાવનગરમાં મતદાન કર્યું હતું.

આજે સવારથીજ ગુજરાતના મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે જેમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાણીપ ખાતેના મતદાન મથકે જઈને આજે વહેલી સવારે પોતાનો મત આપ્યો હતો.