Featured|ગુજરાતગુજરાત

જાણો આવતીકાલે કયા દિગ્ગજ નેતા ક્યારે અને ક્યાં મતદાન કરવા જશે

આવતીકાલે 17મી લોકસભા ચૂંટણીની ત્રીજા તબક્કાની મતદાન પ્રતિક્રિયા ચાલુ થશે. આપને જણાવી દઈએ કે, આ તીજા તબક્કામાં કુલ 115 સીટો ઉપર મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની તમાંમ 26 એ 26 સીટો ઉપર મતદાન થશે. આ ત્રીજા તબક્કામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી તેમજ લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કાલે મતદાન કરવા આવશે.

ખબર અનુસાર, આવતીકાલે ગાંધીનગર બેઠક ઉપરથી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે 10 વાગે નારણપુરાના સંઘવી વિધાલયમાં મતદાન કરશે. તો બીજે તરફ નાના મંત્રી અરુણ જેટલી સવારના 9:30 વાગ્યે એસજી હાઈવે પર આવેલા ચીમન ભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મતદાન કરવા આવશે. ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના ગવર્નર આનંદી બહેન પટેલ શીલજમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે સવારે 7:30 વાગ્યે મતદાન કરશે. લાલકૃષ્ણ અડવાણી પણ આવતીકાલે શાહપુરમાં મતદાન કરશે.

તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી રાજકોટમાં સવારે 10 વાગે અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા બપોરે 2 વાગે રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કરશે . જયારે રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કડીની સંસ્કાર ભરતી શાળામાં સવારે 10 વાગે મતદાન કરશે.